પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ તા અમીરગઢ ખાતે મમતા સંદર્ભ પ્રોગ્રામ

Share with:


  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ તા અમીરગઢ ખાતે મમતા સંદર્ભ પ્રોગ્રામ અંગર્તગ તારીખ ૨૭/૦૮/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ એ.એન.સી તપાસણી કેમ્પ નુ આયોજન કરવામા આવેલ. જેમા ઇકબાલગઢ ખાતે ફરજ બજાવતા  ડો. રમીલાબેન ચૌધરી ધ્વારા બપોરે ૧૧:૩૦ થી ૦૩:૩૦ કલાક દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ ખાતે કુલ ૨૪ સગર્ભા માતાઓ હાજર રહેલ જેમની લેબોરેટરી તપાસ તેમજ ડો. રમીલાબેન ચૌધરી ધ્વારા મેડીકલ તપાસણી કરવામા આવેલ. લેબોરેટરી તપાસ મા ઓછા એચ.બી ધરાવતી સગર્ભામાતાઓ ને આર્યન સુક્રોઝ ઈન્જેક્શન તથા એફ.સી.એમ ઈન્જેક્શન આપવામા આવેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ ના મેડીકલ ઓફીસર ધ્વારા સગર્ભાવસ્થા ના સમયગાળા દરમિયાન જોખમો ને કારણે પ્રસ્રુતી સમયે પડતી મુશ્કેલીઓ વિશે હાજર રહેલ સગર્ભા માતાઓને સમજાવવામા આવ્યુ તેમજ આરોગ્ય સ્ટાફ ધ્વારા આપવામા આવતી દવાઓનો નીયમીતપણે ડોક્ટર ની સલાહ મુજબ ઉપયોગ કરે તેમજ સંસ્થાકીય સુવાવડ વિશે અને ૧૦૮ વિશે વિસ્તારપુર્વક માહીતી આપવામા આવેલ. 
     એ.એન.સી કેમ્પ ના અંતે તમામ સગર્ભામાતાઓને જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ અંતગત ૫૦૦ ગ્રામ મગ પેકીંગ ડાયેટ તરીકે આપવામા આવેલ તેમજ કેમ્પ ની પુર્ણાહુતી કરવામા આવેલ.

પ્રતિનિધિ

 જિતેન્દ્રકુમાર અગ્રવાલ ઇકબાલગઢ

Share with:


Kirtiben Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

*મોરબીમાં બ્રહ્મ સમાજ ના હોદ્દેદારોની વરણી*

Fri Aug 27 , 2021
Share with: મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મહામંત્રી તરીકે અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા, વિપુલભાઈ શુક્લ, નરેન્દ્રભાઇ મહેતા, સુરેશભાઈ ત્રિવેદી, કિરણબેન ઠાકર, સહમંત્રી તરીકે હિતેશભાઈ રાજગોર અને મિલેશભાઈ જોષી, સંગઠનમંત્રી તરીકે કુશભાઈ અંતાણી, સહ સંગઠનમંત્રી […]

You May Like