રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓએ જીલ્લામાં ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારના કવોલેટી કેશો કરવા સુચના કરેલ હોય તે મુજબ આજરોજ પો.ઈન્સ.શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ . એસ . જે . રાણા સાહેબની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મળેલ ખાનગી હકિકત આધારે વીંછીયા તાલુકાના ગુંદાળા ગામે હીંગોળગઢ રોડ ઉપર આવેલ જયસુખભાઇ જેન્તીભાઇ મકવાણાની કબજા ભોગવટાની વાડીએ ખુલ્લી જગ્યામાં જુગાર ચાલતો હોવાની હકિકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા છ ઇસમોને તીનપતીનો જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે . હસ્તગત કરેલ આરોપી ( ૧ ) જયસુખભાઇ જેન્તિભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ. ૨૭ ધંધો ખેતી રહે . હીંગોળગઢ તા.વીંછીયા ( ર ) જેન્તિભાઇ રૂપાભાઇ ખોડાણી જાતે કોળી ઉ.વ. ૨૮ ધંધો ખેતી રહે . ઓરી તા . વીંછીયા ( 3 ) કરણભાઇ ધીરૂભાઇ સાઢમીયા જાતે દેવીપુજક ઉ.વ. ૩૫ ધંધો મજુરી રહે . હીંગોળગઢ તા . વીંછીયા ( ૪ ) નામ વિનુભાઇ સવસીભાઇ ડાભી જાતે કોળી ઉ.વ .૩૮ ધંધો વેપાર રહે . વીંછીયા સત્યજીત સોસાયટી ( ૫ ) ગોવુભાઇ ભાણાભાઇ ચાવડા જાતે કોળી ઉ.વ. ૫૩ ધંધો ખેતી રહે . ઢોકળવા તા . ચોટીલા જી . સુરેન્દ્રનગર ( ૬ ) નામ વિપુલભાઇ ઓઘાભાઇ ગાભુ જાતે કોળી ઉ.વ. ૩૨ ધંધો ખેતી રહે . સમઢીયાળા તા . વીંછીયા પકડાયેલ મુદામાલ ( ૧ ) રોકડા રૂપિયા ૬૨,૦૦૦ / ( ર ) મોબાઇલ નંગ -૨ કી.રૂ. ૧૦,૦૦૦ / ( ૩ ) મોટર સાયકલ નંગ -૩ કી.રૂ. ૧,૦૫,૦૦૦ / મળી કુલ કિ.રૂ. ૧,૭૭,૦૨૦ / કામગીરી કરનાર ટીમ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ.આર.ગોહીલ , તથા પો.સબ.ઇન્સ . એસ . જે . રાણા તથા પો.કોન્સ . રહિમભાઇ દલ , પ્રણયભાઇ સાવરીયા , ભાવેશભાઇ મકવાણા ( એ.આર.ગોહીલ ) પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.શાખા રાજકોટ ગ્રામ્ય , રાજકોટ રિપોર્ટર પિયુષ વાજા જસદણ

Next Post
જય માં મોગલ જય જયતા બાપુ આજ રોજ ના જસદણ ના જગુંડા ધામ ઉપર આવેલ મોગલ ધામ માં 18 વર્ણ માં મોગલ નો પરિવાર છે ત્યાં બિરાજમાન દોમલ માં જે માં મોગલ અનંત ભક્તિ કરે છે અને 15 વર્ષ થી અખંડ જ્યોતું બળે છે એ પણ 13 દિવા માં મોગલ અખડ જ્યોતિ સ્વરૂપે ઝળહળે છે અને માં મોગલ દુખિયા ના દુઃખ મટાડે છે. ત્યાં બિરાજ મન માતાજી વર્ષ માં ત્રણ વાર ભગુડા માં મોગલ ના ધામ પગપાળા યાત્રા કરે છે અને સંઘ લઈ ને 7 દિવસ ની માં મોગલ ની જાત્રા કરે છે છેલ્લા 5 વર્ષે થી માતાજી ભગુડા હાલી જય છે હવે વાત એ કરવાની છે માં મોગલ 18 વર્ણ માં છે જસદણ માં આવેલ એકદમ ગરીબ દલિત પરિવાર રહે છે એ પરિવાર માં મોગલ ની અનંત ભક્તિ કરે છે એ પરિવાર સભ્ય એવા હંસાબહેન જે માં મોગલ ખૂબ માને ખૂબ માં ની ભક્તિ કરે છે જે માતાજી સાથે 7 વાર પગપાળા ભગુડા માં મોગલ ગયા છે અને બહેન ઉમર છે અને પગ માં તકલીફ છે તોય પગપાળા હાલી ભગુડા જાય છે આવી તો માં ની ભક્તિ કરે છે. આજે ચોથ ના મહાપર્વ ઉપર આજે માતાજી સાથે સર્વ ભક્તો એ એક ગરીબ અને દલિત પરિવાર ના ધરે આજે માં મોગલ નો પ્રસાદ અને ભોજન લીધું હતું અને ખૂબ આનંદ આવીયો હતો આજે માતાજી દોમલ માં ખૂબ આર્શીવાદ આપીયા હતા આજે તેમની સાથે સેવકો માં રાજુભાઇ ધાધલ નિખિલ ભાઈ પટેલ વીસુભાઈ પટેલ એલુભાઈ પટેલ પ્રવીણભાઈ ગોહિલ કુલદીપભાઈ જમોડ જસદણ ની. ખૂંબ સુપ્રસિધ્ધ અને જેના કંઠ માં કોયલ જેવો સુર અને માં મોગલ એવા સરસ ભજન ગાય છે જસદણ નું ઘરેણું કહેવાય લોક ગાયક નિરુબેન પટેલ પણ આજે માતાજી સાથે ભોજન. લીધું હતું આજે દલિતપરિવાર ત્યાં ભોજન કરી ને તેમની મહેમાન ગતિ કરી ખૂબ આનંદ આવીયો જય માં મોગલ જય જયતાં બાપુ લી રાજુભાઇ ધાંધલ મોગલ છોરું
Fri Aug 27 , 2021
Share with: Share with:
You May Like
-
3 years ago
ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી