


બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વેપાર ક્ષેત્ર ગણાતા એવા ઇકબાલગઢ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવના પ્રાંગણમાં અમીરગઢ તાલુકા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 1964 થી કાર્યરત હિન્દુ સંસ્કૃતિ ની જાળવણી માટે કાર્યરત એવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે યુવાનોને આહવાન કરવામાં આવ્યુ હતું જ્યારે મયુરભાઈ.પી.પટેલ જિલ્લા મંત્રી દ્વારા ઉપસ્થિત હિન્દુ સમાજ ને હાજર રહેવા બદલ હાર્દિક સ્વાગત કર્યું હતું જ્યારે સૌપ્રથમ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તથા રામમંદિર વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જ્યારે અમીરગઢ તાલુકામાં સંગઠન ની નવીન ટીમ બનાવવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મયુરભાઈ પી પટેલ જિલ્લા મંત્રી પ્રાંત સેવા પ્રમુખ પ્રભુદાસભાઈ ચીમનભાઈ મોદી પ્રાંત સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ જિલ્લા અધિકારીગણ જિલ્લા અધ્યક્ષ દિલસુખભાઈ આર અગ્રવાલ દુર્ગાવાહિની સંયોજિકા હિરલબેન ચૌધરી જ્યારે અમીરગઢ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ નવીન ટીમ બનાવવામાં આવી તે મુખ્ય યુવાનોએ હાજરી આપી જેમાં પ્રમુખ અજમેર સિંહ તેજ સિંહ ડાભી ઉપ પ્રમુખ ભીખાભાઈ મગનભાઈ પટેલ મંત્રી ઇશ્વરભાઇ મંગલ પુરી ગૌસ્વામી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નવીન ટીમની રચના કરેલ દરેક હોદ્દેદારો અને પ્રમુખ અજમેર સિંહ ડાભી એ અભિવાદન તથા શુભકામનાઓ પાઠવી હતી સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર જિતેન્દ્રકુમાર અગ્રવાલ ઇકબાલગઢ