અમદાવાદ ની બ્રેઈન ડેડ મહિલાની કિડની થી અંબાજી ની મહિલાને નવું જીવન મળ્યું ,અઢી વર્ષ થી રાહ જોતા હતા કિડની ની “

ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું છે આ ધામ મા ગ્રામ પંચાયત આવેલી છે અને આ સાથે અહીં 200 બેડ ની કોટેજ હોસ્પીટલ સરકાર હસ્તક ચાલી રહી છે ,અંબાજી કોટેજ હોસ્પીટલ ખાતે પાછલા ઘણા સમય થી ડાયાલિસીસ ની વ્યવસ્થા કરવામાં આવી છે આથી લોકો ને પાલનપુર ડાયાલિસીસ માટે જવું પડતુ નથી ,અંબાજી ખાતે આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મા લેક્ચરર ની નોકરી કરતા કિંજલ બેન તિવારી ની કિડની છેલ્લા 5 વર્ષ થી ફેઈલ થઇ ગઈ હતી અને ત્યારબાદ શરીર ના બીજા અંગો કામ કરતા ઓછા થઇ ગયા હતા અને તેમનુ હાર્ટ માત્ર 20 ટકા જ કામ કરતુ હતુ અને આ કારણે તેમનું વજન પણ સતત ઘટતું રહેતું હતુ અને શરીર મા નબળાઈ પણ આવી ગઈ હતી ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે ત્યારબાદ જ બીજા અંગો કામ કરતા થશે . કિડની ન હોવાના કારણે અઠવાડીયા મા ત્રણ વખત કિંજલબહેન ને ડાયાલીસીસ કરાવવું પડતું હતુ અને છેવટે અઢી વર્ષ બાદ અમદાવાદ ની બ્રેઇન ડેડ મહિલા ની કિડની તાજેતર મા મળતા તેમના શરીર મા કિડની નું ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે કરવામાં આવ્યું છે અને તેમને નવું જીવન મળ્યું છે અને તેવો પોતાના અમદાવાદ ખાતે ઘરે આવી ગયા છે અમદાવાદ ના ઘોડાસર મા આવેલા પુષ્પક બંગલા ખાતે રહેતા જાગૃતિબેન કાછીયા પોતાના પરિવાર સાથે રહેતા હતા તેમના પતિ સાઉદી અરેબિયા ખાતે છેલ્લા 12 વર્ષ થી નોકરી કરે છે તેમને 24 વર્ષ નો પુત્ર અને 19 વર્ષ ની દીકરી છે,જાગૃતિ બેન ને 20 તારીખ ના રોજ ચક્કર આવતા તેમને મણીનગર ની ખાનગી હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા અને તેમને વેન્ટીલેટર લગાવવામાં આવ્યું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તમારી માટે ને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે અને બચવાના કોઈ ચાન્સ નથી આ સાંભળી બંને સંતાનો પર આભ તૂટી પડ્યું અને સાઉદી અરેબીયા થી જાગૃતિબેન ના પતિ રાહુલભાઈ ને બોલાવવામાં આવ્યા અને બંને બાળકો ને ડોક્ટર એ કહ્યું કે તમારા મમી ના શરીર ના બીજા અંગો સારા છે ત્યારે બંને સંતાનો એ ઓર્ગન ડોનેટ કરવાનો વિચાર કરીને અંબાજી ની કિંજલ બેન ની જિંદગી પોતાના માતા ની કિડની આપી બચાવી લીધી છે હાલ માં અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે તેમના શરીર મા જાગૃતી બેન ની કિડની નું સફળ ટ્રાન્સપ્લાન્ટ થઇ ગયું છે અને આજે સાંજે તેમને હોસ્પિટલ થી રજા પણ આપવામાં આવી છે :- શું કહ્યું કિંજલ બેન તિવારી એ :- કિંજલ બહેન તિવારી દ્વારા આજે વિડિઓ મોકલી ને ગુજરાત ના બંને આરોગ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલ અને કુમાર ભાઈ કાનાણી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે સાથે આઈ કે ડી ના ડાયરેક્ટર વિનીત મિશ્રા અને હોસ્પીટલ સ્ટાફ સાથે કિડની આપનારા પરીવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે :- કોણ છે કિંજલ બેન :- કિંજલબેન તિવારી અંબાજી ના આઠ નંબર વિસ્તાર મા ઠાકોર ભુવન પાસે પોતાના પતિ અભિષેક તિવારી અને 7 વર્ષ ના બાળક સાથે રહે છે તેમના પતિ માર્બલ ના વ્યવસાય સાથે જોડાયેલા છે ,કિંજલ બેન સૌ પહેલા અંબાજી મંદિર ખાતે નોકરી કરતા હતા ત્યારબાદ અંબાજી ની ખાનગી શાળા માં પણ શિક્ષિકા ની નોકરી કરેલ છે છેલ્લા ઘણા સમય થી તેવો અંબાજી મંદિર ટ્રસ્ટ ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે લેક્ચરર ની નોકરી કરતા હતા તે સમયે કિડની ની બીમારી શરુ થતા હોસ્પીટલ માં અઠવાડિયા માં 3 વખત ડાયાલીસીસ કરવા જવું પડતું હતું આમ હવે જાગૃતિ બેન ની કિડની થી કિંજલબેન ના પરિવાર માં ખુબ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે ,છેલ્લા અઢી વર્ષ થી તેમને કિડની ડોનર ની જરૂરીયાત હતી તેમના પતિ દ્વારા નીતિન પટેલ મંત્રી અને કુમાર કાનાણી મંત્રી ની મદદ લેવાઈ હતી

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *