ગુજરાતના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે અંબાજી મંદિરમાં સહ પરિવાર દર્શન કરવા પહોંચ્યા મંદિરના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું,

અંબાજી મંદિરમાં નિજ મંદિરની અંદર તેમણે પૂજા-અર્ચના કરી અને કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ માતાજી ની ગાદી પર દર્શન કરી આશીર્વાદ લીધા, તેમને જણાવ્યું કે કોરોના ને લીધે ઘણા સમય બાદ માતાજીના દર્શનનો લાભ મળ્યો છે ભાદરવી પૂનમના મેળા અંગે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા ત્રણ મંત્રીઓની સમિતિ રચવામાં આવી છે જે ગુજરાતમાં ઊજવાતા ધાર્મિક ઉત્સવો અને મેળાના બાબતે વિચાર વિમર્શ કરી અને નિર્ણય લેશે તે પ્રમાણે મેળા અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે,ભાદરવી ના મેળામાં લગભગ ૩૦ લાખ જેટલા યાત્રાળુઓ આવતા હોવાથી શંકામાં ના થયેલા તે બાબતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે વધુમાં તેમણે કોરોના વાયરસ ઝડપથી નાબૂદ થાય તેરી માતાજીને પ્રાર્થના કરી હતી

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *