અંબાજી મા નવજાત શીશુ ને લઈને મહિલાઓમાં ભારે રોષ “

ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે હાલમા રવીવાર ની ઘટના ને લઈને રબારી સમાજ મા ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગર્ભવતી મહિલા ની પણ પાટણ ધારપુર હોસ્પીટલ ખાતે સારવાર ચાલી રહી છે,રવિવારે માસ્ક ને લઈને થયેલી રકઝક મા હોસ્પિટલ મોડા પહોંચતા એક મહિલાના ગર્ભ મા રહેલી નવજાત બાળકી મોત ને ભેટતા રબારી સમાજ મા ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે બાળકી ના પરીવારજનો મૃત બાળકી ને લઈને સોમવારે પોલીસ મથકે આવતા પોલીસ મથક ખાતે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને છેવટે અરજી સ્વીકાર્યા બાદ મૃત બાળકી ને પરીવારજનો પોલીસ મથકે થી લઇ ગયા હતા આ મામલો રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે પહોંચતા આ બાબતે બોર્ડર રેન્જ આઇજી અને જીલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યો છે તમામ લોકો ના નિવેદનો અને ઘટના ની તપાસ હાલ કરી રહી છે મંગળવારે અંબાજી ખાતે રબારી સમાજ ઉપરાંત અન્ય સમાજ ની મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મહિલાઓ એ જણાવ્યું હતુ કે જે જવાબદાર લોકો છે તેમની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને ગર્ભવતી મહિલાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે ,સોમવારે અંબાજી પોલીસ મથકે હડાદ ,દાંતા ,એલ સી બી પાલનપુર અને ડી વાય એસ પી દોડી આવી આખી ઘટના નો ચિતાર મેળવ્યો હતો બીજી તરફ રબારી સમાજ પણ ન્યાય માટે લડી લેવાના મૂડ મા જોવા મળ્યા હતા આ લોકો ની મુખ્ય માંગ છે કે જે પોલીસ કર્મીઓ અમને રોક્યા તેમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ સાથે તેમને અંબાજી પોલીસ મથકે લેખીત અરજી આપેલ છે ,જીલ્લા પોલીસ વડા પણ આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તેવી આશા આ લોકો રાખી બેઠા છે ,સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી આ મામલે આવનારા સમય મા શું પગલાં લેશે તેમની ઉપર નજર રહેશે :- વીરાજી રબારી ,રબારી સમાજ :- તેમને જણાવ્યું હતું કે રવિવાર ની ઘટના બાદ અંબાજી પોલીસ મથકે રજૂઆત કર્યા બાદ અમો ફરીથી બુધવારે સવારે 11 વાગે ડી વાય એસ પી ને મળવાના છીએ :- જયાબેન ગઢવી,સ્થાનીક મહિલા આગેવાન :- તેમને જણાવ્યું હતું કે જે મહિલા સાથે થયું છે તે ઘણું ખોટું છે અને આ કેસ મા જે પણ જવાબદાર લોકો છે તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ મહિલાને ન્યાય મળે તેવી અમે મુખ્ય માંગ કરી રહ્યા છીએ જયારે કોઈ મહિલા ડીલેવરી માટે જાય ત્યારે તેને માસ્ક ના પહેર્યું હોય તો પણ તેને જલ્દી હોસ્પીટલ જવા દેવી જોઈએ અને ત્યારબાદ પોલીસ દ્વારા માસ્ક ની પાવતી આપવી જોઈએ ,આવા કિસ્સામા ગર્ભવતી મહિલાની સ્થિતિ જોઈ પોલીસ એ માનવતા ધર્મ નિભાવવો જોઈએ :- રેખા બેન રબારી ,સ્થાનીક :- તેમને જણાવ્યુ હતુ કે રાધાબેન રબારી સાથે જે થયું છે તે ખોટુ થયું છે અને અમને તેના બાળકી નું ગુજરી જવાનું ભારે દુઃખ છે આ કેસ મા જે પણ જવાબદારો છે તેમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેવી અમારી મુખ્ય માંગ છે

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *