વાંકાનેર શકતી પરા માં મદ્રાસા એ અનવરે ખ્વાજા ઇમામ હસન જશને શરીફ નો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ના મદ્રાસા એ અનવરે ખ્વાજા ખાતે દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ ઈમામ હસન જશને શરીફ નો કાર્યક્રમ 25 10 2019 ના રોજ યોજવામાં આવ્યો હતો

જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહીત કરવા ના રૂપે શિક્ષણ માટે ની કીટ અને દીને ઇસ્લામ માટે કુરાન શરીફ આપવામાં આવેલ જેમાં ૪૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શકતી પરા વિસ્તાર અને વાંકાનેર પંથકના નામી અનામી અગ્રણીઓ આગેવાનો હાજરી આપી હતી

સાંજે આમ નિયાઝ શરીફ બાદ રાત્રે ઈશાની નમાજ વાયજ શરીફ ની તકરીર માણાવદરના મશહૂર પીર સૈયદ બાવા મીયા બાપુએ અને અલ્લામાં મોવલના હબીબુલ્લાહ સાહેબ (વસો ) એ તકરીર કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીરે તારિકત સૈયદ હાજી આલમ મિયા મોરબી દર વર્ષની જેમ જહેમત ઉઠાવી હતી જે કાર્યક્રમને સફળ બનાવવા માટે મદ્રાસા એ અન્વરે ખ્વાજા કમિટીના મોલાના મુસ્લિમ સાહેબ. ફિરોજ ધોના. દિલાવરભાઈ રાઠોડ. ઉમરભાઈ ચાવડા. હાજી ભાઈ ચૌહાણ. સિકંદર ભાઈ માકવાણી. આદમ જેડા. વગેરે કાર્યકરોએ સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ છે અને હાજરી આપના તમામ મહેમાનો નું ફુલહારથી સ્વાગત કરી સન્માન આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

નાના બાળકોએ નાત શરીફ અને દિલકશ ઈસ્લામી તોર તરીકા અને ઈસ્લામિક સવાલ જવાબ રજૂ કરતાં મહેમાન નાના બાળકોની કાવ્ય તને જોઈને ખુશ ખુશાલ થઇ ગયા હતા આ કાર્યક્રમને કોમી એકતાના પ્રતીક શકતી પરા વિસ્તાર ના મદ્રાસા એ અનવરે ખ્વાજા દ્વારા દર વર્ષની જેમ રાબેતા મુજબ ઉજવવામાં આવ્યો હતો જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *