*મોરબીના દેરાળા ગામ માં મહિલા સરપંચ સાઈદા બેન આરીફખાન એ કર્યા પ્રજાલક્ષી વિકાસના કામો*

“દેરાળા ગામ પંચાયતની હદમાં આવેલા વોર્ડ નંબર ૧ થી ૮ માં ભૂગર્ભ ગટર આર આર.સી.સી.રોડ સ્ટ્રીટ લાઈટ સહિતના વિકાસ લક્ષી કાર્યો વર્ષો જૂના પેન્ડિંગ કામોને વિકાસની દિશામાં વળાંક આપ્યો” મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રજાલક્ષી વિકાસના કામો સરકારી યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યા છે ત્યારે માળીયા મી. તાલુકાના દેરાળા ગામ ખાતે મહિલા સરપંચ સાઈદા બેન આરીફખાન ખોરમ એ સરકારી યોજના અંતર્ગત એક્ટિવિટી તાલુકા આયોજન જીલ્લા પંચાયત ધારાસભ્યની ગ્રાન્ટ મનરેગા વિગેરે સરકારી ગ્રાન્ટમાંથી દેરાળા ગામ પંચાયતની હદમાં સરપંચ અને તેની ટીમના ઉપસરપંચ ભરતભાઈ શેરસીયા દેવજીભાઈ વસ્તાભાઇ તેમજ જેબુન બેન મુસ્તફાખા નસીમ બેન ઈસ્માલખા શીતલ બેન પટેલ અરવિંદભાઈ ઢવાણીયા સહિત પ્રવીણભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ પટેલ વગેરે મહિલા સરપંચ સાઈદાબેન આરીફખાન દ્વારા વર્ષો જુના વિકાસ લક્ષી કાર્યો માં એકાએક પ્રજાહિત કાર્યો કરવામાં આવ્યા છે જેમાં છેલ્લા સાડાત્રણ વર્ષમાં દેરાળા ગામમાં ભૂગર્ભ ગટર આરસીસી રોડ તેમજ કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ ધાર્મિક સ્થળો પેવર બ્લોક તેમજ પ્રોટેકશન દિવાલ તેમજ સ્ટ્રીટ લાઈટ પાણીના અવેડા સહિત ખેતર માર્ગ કરાવી દેરાળા ગામ માં વિકાસ લક્ષી સરકારમાં પ્રજાલક્ષી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે જેથી સમગ્ર વિસ્તારમાં મહિલા સરપંચ ની પ્રજાલક્ષી કામગીરીને ગામજનોએ આવકારી બિરદાવેલ છે અત્રે નોંધનીય છે કે રાજાશાહી વખતથી આ માળીયા તાલુકાનું દેરાળા ગામ વિકાસથી વંચિત રહ્યું હોય ત્યારે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં વિકાસલક્ષી સરકારના રાજમાં મહિલા સરપંચે વિકાસની દિશા તરફ લઈ વિકાસ લક્ષી કાર્ય કરી ખરા અર્થમાં પ્રજાહિત કાર્ય કર્યા છે અને હજુ તેઓ અન્ય દેરાળા ગામના વિકાસલક્ષી કામો છે જેમા બાકી રહેલા કામો માં પણ અમુક વોર્ડ નંબર 1 થી 8 માં આરસીસી માર્ગ તેમજ નવા દેરાળા માં ભૂગર્ભ ગટર આરસીસી રોડ તેમજ વાણીયા નગરમાં રોડ સહિત આંગણવાડી અને ગામ પંચાયત આસપાસ પેવર બ્લોક તેમજ નંદન વન વિસ્તારમાં રોડ શંકર મંદિર આસપાસ નો બ્લોક સહિત કોમી એકતા ના પ્રતીક હિન્દુ સ્મશાન અને મુસ્લિમ કબ્રસ્તાન ની પ્રોટેક્શન દિવાલ બનાવવાની છે જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ લક્ષી કાર્યો માં પ્રજાલક્ષી પેન્ટિંગ કામો ને નવા સ્વરૂપમાં આવનાર દિવસોમાં વિકાસની દિશા તરફ વાળવા માટે સમગ્ર બોડીના સભ્યો પ્રયાસો કરી રહ્યા છે તેમ એક મુલાકાતમાં દેરાળા ગામ ના મહિલા સરપંચે જણાવ્યું છે

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *