*સમસ્યાનો અંત લાવનાર ચીફ ઓફિસર નું વેપારીઓએ કહ્યું સન્માન*

મોરબી શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૩ માં વિવિધ પ્રકારની સમસ્યાઓ લાંબો સમય થયા ને રહી છે ત્યારે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ના નવા પડેલા રોડ ખાતે ૩૪ લાખના ખર્ચે આરસીસી માર્ગ મજબૂત બનાવનાર ચીફ ઓફિસર ગીરીશ ભાઈ સરૈયા ને નવાડેલા રોડ ના તમામ વેપારીઓએ સીસી રોડ બની જતા સન્માન કર્યું હતુ જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક ના નવા લેલા રોડ એટલે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર જ્યાં વાહનોની સતત અવર જવર રહે છે અને વર્ષોથી તે વિસ્તારનો માર્ગ સમસ્યા કારક બન્યું હોય તેમ ચોમાસાના સમય દરમિયાન પાણી અને ગંદકી થી તેના વેપારીઓ તોબા તોબા પોકારી ગયા હતા જે નવાડેલા રોડ માં તાજેતરમાં જ આરસીસી માર્ગ ૩૪ લાખના ખર્ચે બની ગયા બાદ તમામ વેપારીઓ દ્વારા વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર હનીફભાઇ મોવર અને ચીફ ઓફિસર ગીરીશ ભાઈ સરૈયા નું પ્રજા લક્ષી કાર્ય આરસીસી માર્ગ બનાવવા બદલ આભાર વ્યકત કરી સન્માન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *