*કૌન બનેગા કરોડપતિના કચ્છી કર્મવીર પબીબેન રબારી*

“માત્ર ચાર ધોરણ ભણેલી મહિલાએ પોતાની વેબસાઇટ બનાવીને કચ્છી હસ્તકળાના પ્રમોશન માટે સૌ કચ્છી મહિલાને એકત્રીત કરી” રાજકોટ: સોની ટીવીના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં આજે કર્મવીર તરીકે કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઇ ગામના પબીબહેન રબારી આવશે. પબીબહેનને સાથ અનુપમ ખેર આવશે. પબીબહેન પહેલા એવા મહિલા છે જેમની પાસે પુરતુ અક્ષરજ્ઞાન ન હોવા છતાં તેમણે ટેકનોલોજીને સમજવાનું અને એનો ઉપયોગ કરીને કચ્છી હસ્તકળાને પ્રમોટ કરવાનું કામ વેબસાઇટ અને સોશ્યલ મીડિયા થકી કર્યુ અને આ કામમાં કચ્છી મહિલાઓને પણ એકત્રીત કરી તેમને સ્વનિર્ભર અભિયાનમાં જોડી. પબીબહેનનું નામ બોલીવુડ માટે જરાય અજાણ્યું નથી. ફરહાન અખ્તરની ફિલ્મ લક બાય ચાન્સમાં ફરહાને કચ્છી ભરતકામનું જે પહેરણ પહેર્યુ હતું એ પબીબહેને તૈયાર કર્યુ હતું તો પબીબહેન વીસરાતી જતી હસ્તકલા એવી હરી જરીનો ઉપયોગ કરીને યશરાજ ફિલ્મ્સની સૂઇ ધાગા ફિલ્મનો લોગો બનાવ્યો હતો. ભારત સરકારે પણ પબીબહેનને અનેક ઇન્ટરનેશનલ ફેરમાં ભારતના રીપ્રેઝન્ટેશન માટે મોકલ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર જ પબીબહેન અમિતાભ બચ્ચન અને તેમની ફેમીલી માટે પોતાના હાથે તૈયાર કરેલી એમ્બ્રોડરીની આઇટમ પણ ગિફટ આપી હતી. પબીબહેન પોતાની જીતની રકમ કચ્છી હસ્તકળા અને એની સાથે જોડાયેલી મહિલાઓના વિકાસ માટે વાપરશે.

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *