અમદાવાદના રામોલ વિસ્તારમાં નકલી પોલીસના 7 લોકોને અસલી પોલીસે ઝડપી લીઘા

અમદાવાદના રામોલ વિસ્તારમાં નકલી પોલીસના 7 લોકોને અસલી પોલીસે ઝડપી લીઘા
મામલતદાર કચેરીમાં નોકરી ગુમાવતા બન્યો નકલી PSI, પત્નીને બનાવી હેડ કોન્સ્ટેબલ
કિરીટ, તેની પત્ની, પંકજ સિંહ રાઠોડ અને અન્ય કેટલાક લોકો બનાવ સ્થળ પર રેડ કરી સોનું ખરીદવા આવેલ વ્યક્તિ ને પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લૂંટી લેતા હતા.

મુખ્ય સૂત્રધાર આરોપી કિરીટ અમીન મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો. જોકે તે નોકરી ગુમાવતા જ તે નકલી સરકારી નોકર બન્યો હતો. તે તો નકલી પોલીસ બન્યો સાથે પત્નીને પણ નકલી પોલીસ બનાવી હતી. અને બાદમાં પોતાની ગેંગ બનાવી હતી. આ તમામ ગેંગના સભ્યો નકલી પોલીસના ડ્રેસમાં ત્રણ ટીમ બનાવી ધાડ પાડવા ગયા હતા. એક ટીમ એજન્ટ તરીકે કામ કરી લોકોની ટ્રેપ ગોઠવે અને લીલીઝંડી આપે, બીજી ટીમ નકલી સોનાની કે લૂંટના મુદ્દામાલની ડિલ કરે, અને ત્રીજી ટીમ પોલીસ બની રેડ પાડે તેવું આયોજન આ આ ગેંગનું હતું. જોકે અસલી પોલીસે આ સાત લોકોને પકડી રાજ્યભરના 35 ગુનાના ભેદ ઉકેલ્યા છે.

રિપોર્ટર -સુનિલભાઈ બ્રહ્મભટ્ટ

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *