*મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામપાર્કમાં ભુગર્ભની સમસ્યા ઉકેલવા કલેકટર કચેરીએ પહોંચેલી મહિલાઓ ધુઆફુઆ !

  • મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા હવે કાયમી બની ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો નગરપાલિકાની ચેમ્બરમાં છાશવારે દેખાવ કરી પોતાની વાળો કાઢે છે ત્યારે ગત તારીખ 21/09/2020 ના રોજ મોરબીના રહીશો પોતાની સોસાયટીની સમસ્યા અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી પોતાની સોસાયટીમાં અંદર આજની તારીખે ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે મચ્છરો નો ઉપદ્રવ થી રોગચાળાનો ગંભીર ભય જન્મ્યો છે ત્યારે મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ રામ પાર્ક સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યાં હોવાથી મહિલાઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચી હતી જો કે, મહિલાઓને કલેકટર કચેરી અંદર જવા દેવામાં ન આવતા મહિલાઓ ધુઆફુઆ થઈ ગઈ હતી અને થોડીવાર બખેડો પણ કરેલ હતો જોકે ત્યાર બાદ રાબેતા મુજબ સમજાવીને મહિલાઓને કલેકટર કચેરીથી રવાના કરી દેવામાં આવેલ છે મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ રામ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાથી સ્થાનિક કક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને રોષે ભરાયેલી મહિલાઓ આજરોજ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ આવે તેના માટે રજૂઆત કરવા પહોંચી હતી જોકે કલેકટર કચેરીની અંદર મહિલાઓને પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો જેથી કરીને મહિલાઓ રોષે ભરાઇ હતી અને ત્યાં હાજર રહેલા સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી જોકે તેઓની સમસ્યા સાંભળીને તેઓને રાબેતા મુજબ સરકારી કચેરીએથી રવાના કરી દેવામાં આવેલ છે પરંતુ રામ પાર્કની મહિલાઓ જે સમસ્યાની રજુઆત કરવા માટે કલેકટર કચેરી સુધી ગઇ હતી તે ક્યારેય ઉકેલાશે તે આગામી સમય જ બતાવશે

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *