*સુત્રપાડા માંથી નશીલા પદાર્થ વેચતા શખ્સ ને ઝડપી પાડતી પોલીસ*

ગુજરાતમાં મોટા ભાગે નશીલા પદાર્થો પીવાની કુળ ટેવો માં યુવાધન ચડી ગયું હોય તેમ તેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું દુષણ અને નશીલા પદાર્થની નસ નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર ની નજર રહી છે છતાં ક્યાંક નશીલા પદાર્થોના પ્યાસીઓ વેચાણ કરનારાઓ નો કારોબાર કરોડપતિ થવાની લાઈનમાં ચાલી રહ્યો હોય એવા સમયે યુવાધનને વ્યસન મુક્ત ગુજરાત ને કરવા માટે પોલીસે ફરજ ના ભાગે સતત પેટ્રોલિંગ કરવું જરૂરી બન્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લાના સુત્રાપાડા ખાતે એક શખ્સ નશીલા પદાર્થ સાથે પોલીસની ઝપટે ચડયા નું જાણવા મળ્યું છે જે અંગે ની પોલીસસુત્રો માંથી જાણવા મળતી વિગત એવી છે કે જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી , રાહુલ ત્રિપાઠી નાઓ તરફથી યુવાધનને નાર્કોટીકસના રવાડે ચઢતા અટકાવવા અને ગોળ / ચરસની બદી સદંતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા આપેલ ડ્રાઇવ સબબ , ગીર સોમનાથ એસ ઓ જી . પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એલ વસાવાસા તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.આર.સોનારા તથા એસ ઓ જી સ્ટાફ ની ટીમ ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર કેફી પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને તા .૧૪ / ૦૯ / ૨૦૨૦ ના રોજ એ.એસ.આઇ. લખમણભાઇ મેતાને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે પોલીસ ઇન્સ.શ્રી એસ.એલ. વસાવા સા . તથા પો.સ.ઇ.શ્રી સોનારા સા તેઓની એસ ઓ જી ટીમ સાથે બાતમી હકિકત મુજબ સુત્રાપાડાના સીગસર ગામે કબ્રસ્તાન પાસે રેઇડ કરતા માદકપદાર્થનું ગે.કા. વેચાણ કરતાં લાલન રજાકભાઇ ઉર્ફે કાળુભાઇ સન / ઓફ ઓસમાણભાઇ રહે. સીંગસર ગામ તા . સુત્રાપાડા વાળો પોતાની પાસેના કાળા પ્લાસ્ટીક ના પેકેટમાં માદક પદાર્થ ગાજો કુલ વજન -૪૫૦ ગ્રામ કીમત રૂપીયા ૪૫૦૦ / – તથા માદક પદાર્થ ચરસ કુલ વજન ૧૦૦ ગ્રામ ૧૫૦૦૦ / – નો રાખી તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન -૧ કી.રૂા .૫૦૦ / – મળી કુલ કી.રૂ .૨૦,૦૦૦ / – ના મુદામાલ સાથે આરોપી લાલન રજાકભાઇ ઉર્ફે કાળુભાઇ સન / ઓફ ઓસમાણભાઇ રહે . સીગસર ગામ તા . સુત્રાપાડા વાળાને કોવિડ -૧૯ અનુસંધાને સુત્રાપાડા પો.સ્ટે માં પોલીસ નિગરાણી હેઠળ કોરોન્ટાઇન રાખેલ તેમજ આ ગાંજો પદાર્થ મજકુર કોડીનાર તાલુકાના સિંધાજ ગામના ફાટક પાસે આવેલ હનુમાન ટેકરી વાળા ખડેશ્વરી બાપુ પાસેથી લઇ આવેલ હોય જેથી બંને વિરૂધ્ધ પો.સ.ઇ.શ્રી સોનારા સામે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજી . કરાવેલ આમ ઉપરોક્ત માદકપદાર્થ ગાંજા તથા ચરસના કેસની કામગીરીમાં એસ ઓ જી . પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એલ. વસાવા સા . તથા પોલીસ સબ ઇન્સ . શ્રી વી આર સોનારા સા . તથા એ એસ આઇ . લખમણભાઇ દાનાભાઇ મેતા તથા નરવણસિંહ કાકુભા ગોહીલ તથા વિજયભાઈ અરસીભાઇ બોરખતરીયા તથા પો . હેડ કોન્સ . ગોવિદભાઇ ભીમાભાઇ વંશ તથા નરેન્દ્રભાઇ વકમાતભાઇ કછોટ તથા સુભાષભાઇ પુનાભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બફાતીશા બાનવા તથા ડ્રા.એ એસ.આઇ. નારણભાઇ ચાવડા તથા ડ્રા.હેડ.કોન્સ . ભુપતગીરી મેઘનાથી તેમજ એફ એસ એલ . અધિ.શ્રી પી.જે. કુરાણી સા એ રીતેના આ કામગીરીમાં મદદમાં રહેલ હતા .

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *