*મોરબીની કોર્ટ માં કોરોના એ જજ સહિત વધુ ત્રણ કર્મચારીઓને ઝપટમાં લીધા*

મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબીની કોર્ટમાં ફરજ બજાવતા જજ અને અન્ય કર્મચારીઓ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા હોય તેવી માહિતી હાલમાં મળી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીની કોર્ટની અંદર ફરજ બજાવતા જજ તેમજ અન્ય બે કર્મચારી કોરોના પોઝિટિવ હોવાની માહિતી સામે આવી છે અને હાલમાં તે લોકોની સારવાર ચાલુ છે જોકે, અગાઉ મોરબીની કોર્ટમાં ફરજ બજાવતા લગભગ ૫થી ૬ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે થઇને સરકાર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ કોરોના હવે વિકરાળ રૂપ ધારણ કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે રાજ્યના તમામ શહેર જિલ્લાની અંદર કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે આવી જ રીતે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓની અંદર પણ કોરોના કેસની સંખ્યા વધી રહી છે ગઇકાલ સુધીની તો વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર કુલ મળીને ૧૩૨૬ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને જેટલા કોરોનાના પોઝીટીવ કેસ આવે છે તેમાંથી મોટાભાગના લોકો પોતાના ઘરે રહીને સારવાર મેળવી રહેલ હોય તેવું પણ જોવા મળે છે હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ મોરબીની કોર્ટની અંદર ફરજ બજાવતા જજ પંડ્યા સાહેબ તેમજ જિલ્લા જજના પીએસ અને અન્ય એક કર્મચારી આમ કુલ મળીને ત્રણ જેટલા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તે લોકોની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે અગાઉ મોરબીની જુદી જુદી કોટની અંદર ફરજ બજાવતા લગભગ પાંચથી છ જેટલા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો હાલમાં કોર્ટની અંદર તમામ પ્રકારની કેસને લગતી કામગીરી બંધ છે જો કે, જે કોઈ જામીનને લગતા કેસ હોય છે તેનો પણ ઓનલાઇન નિકાલ કરવામાં આવે છે તેવામાં અત્યારે કોરોનાના કેસ હવે મોરબીની કોર્ટની અંદર પણ વધવા લાગ્યા છે જેથી કરીને વકીલો, અરજદારો સહિતના ચિંતાનું મોજું ફરી વળ્યું છે હોય તેમ મોરબી ની કોર્ટમાં પણ કોરોના નો કહેર એ દેખાવ દીધો છે.

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *