સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ,ભરૂચ દ્વારા બીજ કોષ (સીડ બેન્ક) શરૂ કરવામાં આવી.

આ “બીજ બેન્ક” માં વિભિન્ન પ્રજાતિઓના છોડ ના બીજ નો સંગ્રહ કરાશે. અહીંયા દુર્લભ અને સામાન્ય બંને પ્રકારના બીજ રાખવામાં આવશે. આનો ઉપયોગ શોધ કરવાની સાથે-સાથે ભારત ના વિભિન્ન ગામો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોમાં મોકલીને ભારત ની ભુમિ ને હરીયાળી બનાવવા માટે કરવામાં આવશે. આવા બીજો ને વર્ષોથી એકઠા કરવામાં આવી રહ્યાં છે. લોકોને પણ તેના માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે કે તેઓ આયુર્વેદિક ઔષધીઓ, દેશી અનાજ, ફળો, ફુલો અને શાકભાજીઓના બીજો ને ફેંકવાના બદલે તેઓ સંસ્થાને મોકલી આપે. અમે આવા બીજો ને સ્કુલો ને આપીશું, જેથી વિદ્યાર્થીઓ તેના વિષયપર ભણી શકે. આ સિવાય પ્રકૃતિના રક્ષણ માટે તેને પ્રકૃતિ પ્રેમીઓને, ખેડુતોને અને એન.જી.ઓ ને આવાં બીજ આપવામાં આવશે. આ બીજ બેંક ભારતમાં એક અનોખી બીજ બેંક હશે. આ વાત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. સંસ્કૃતિ ટ્રસ્ટ ના બધા જ સ્નેહીજનો અને પ્રકૃતિ પ્રેમીઓ આ બીજ બેંક ના શરૂ થવાથી ખુબ જ ઉત્સાહિત છે. હમણાં આવા બીજો ને એક જગ્યાએ રાખવામાં આવ્યાં છે. સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા સમાજ ના લોકો ને આહવાન કરવામાં આવ્યું છે કે જો આપ લોકો પણ પ્રકૃતિના રક્ષણ અને સુધારમાં પોતાનુંં યોગદાન આપવા માંગતા હોય તો તમે પણ સંસ્થાની બીજ બેંક માં બીજો ને જમા કરાવી શકો છો. તેના માટે દેશી અનાજ ના બીજ, આયુર્વેદિક ઔષધીઓના બીજ ની સફાઈ કરી હવાચુસ્ત બંધ કરીને સંસ્થાને મોકલાવી શકો છો. ફુલો ને સુકવીને સાફ કરી હવાચુસ્ત બંધ કરી, જ્યારે ફળો અને શાકભાજીના બીજો ને પહેલા કાઢી લઇ પાણીમાં પલાળી લઇ તેના ઉપરના નરમ ભાગને છોલી અંદરના કઠણ ભાગને કાઢી લઇ ૨૪ કલાક સુકવવા માટે છોડી દો. જ્યારે બીજ સુકાઇ જાય તો હવાચુસ્ત બંધ કરી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ને મોકલાવી શકો છો.

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *