*કોરોના કહેર થી સુમસાન બન્યું વાકાનેર રેલ્વે સ્ટેશન*

“રાત દિવસ મુસાફરોથી ધમધમતું અને ટ્રેન પાવાથી ગુંજતું રેલ્વે સ્ટેશન ખામોશ!!” મોરબી જિલ્લાના મોટાભાગના શહેર-જિલ્લામાં જે બહાર રાજ્યમાં જેમકે રાજસ્થાન. યુ.પી મુંબઈ દિલ્હી આગ્રા વગેરે રાજ્યોમાં કે અન્ય શહેર જિલ્લામાં જવા અને આવવા માટે નુ રેલવેસ્ટેશન એટલે વાકાનેર રેલ્વે સ્ટેશન જે છેલ્લા છ માસથી કોરોનાવાયરસ અંતર્ગતની ઝપટમાં ચડી જવાથી હાલ સુમસાન પરિસ્થિતિમાં મુકાઇ ગયું છે રાત ને દિવસ ગાડી ના પાવા ગુંજતા હોય જેનાથી નજીકના વિસ્તારમાં રહેતા લોકોને ટાઈમ ટેબલ નો પણ ખ્યાલ આવી જતો પરંતુ છેલ્લા છ માસથી સમગ્ર દેશ વિદેશમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ છે અનેક માનવ જિંદગીઓ ને મોતના મુખમાં ધકેલી દીધી છે ત્યારે સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે જે તે સમયે લોક ડાઉન કર્યું હતું ત્યારથી અત્યાર સુધી વાંકાનેર રેલવે સ્ટેશન પર મુસાફર ટ્રેન નથી દોડી જેથી વાકાનેર રેલ્વે સ્ટેશન ખામોશ સ્થિતિમા તસવીરમાં નજરે પડે છે અને નોંધનીય છે કે મોરબી વાંકાનેર એકમાત્ર ડેમો ટ્રેન દોડે છે પરંતુ તે પણ બંધ રહેવાથી મધ્યમ મજૂર વર્ગ ના વેપારી નોકરિયાતને મોરબી વાંકાનેર આવા જવામાં ના છુટકે ખાનગી વાહનોમાં જવું પડે છે ત્યારે ખાનગી વાહનચાલકો દ્વારા પણ ભાડાના રૂપિયા બમણા લઈ રહેવા થી લોકોને ભારે હાલાકી પડી રહી છે એક તરફ ધંધા રોજગાર મંદીની ઝપટમાં છે એવા સમયે ખાનગી વાહનોને ડબલ ત્રીપલ ભાડુ આપવું પડે છે જે પડ્યા પર પાટું સમાન રહ્યું છે મોટાભાગના લોકો મોરબીના સિરામિક ફેક્ટરી કારખાનામાં મજૂરી કામ અર્થે જતા હોય વાંકાનેર થી તેવા મજૂરો માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબી વાંકાનેર ડેમો ટ્રેન શરૂ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે વાંકાનેરમાં હાલ મોટા ભાગની મુસાફર ટ્રેન લોક ડાઉન માં બંધ કર્યા બાદ આજની તારીખે બંધ રહેવાથી મુસાફર પ્રજાને ભારે હાલાકી પડી રહી છે મોટાભાગની ટ્રેનો બંધ રહેવાથી નાના ધંધા રોજગારની પણ માર લાગી રહ્યો છે જેમાં ફેરીયા રિક્ષાચાલકો લારી-ગલ્લા પાન મસાલા વાળા ઠંડા પીણા એવા નાના-નાના ધંધા-રોજગારને પણ મુસાફરોની અવરજવર બંધ થવાથી ધંધા મોટો ફટકો લાગી ગયો હોય તેમ હાલ મધ્ય મજૂર વર્ગના લોકો મેસેજ કરી રહ્યા છે જ્યારે મોટાભાગનું લોક ડાઉન ખુલ્લુ મુકવામાં આવ્યું છે તો મુસાફર ટ્રેન ઝડપી શરૂ કરવામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે આવે તો નાના મજૂર વર્ગના વ્યક્તિઓને ધંધા-રોજગારમાં થોડા ઘણા અર્થે રાહત થાય તેવું મજુર વર્ગના લોકો ની લાગણી અને માંગણી રહી છે સરકાર શ્રી દ્વારા ઝડપી મુસાફર ટ્રેન શરૂ કરવા લોક લાગણી અને માંગણી ઉઠવા પામી છે (રિપોર્ટર:રઈસુદિનએ.શેરસયાવાંકાનેર)

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *