સુરત,શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના વરીયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહમિલન,સાંસ્કૃતિક કાર્યક્રમ સમારોહ -2020 નું આયોજન તારીખ 05/01/2020

સુરત,શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના વરીયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહમિલન,સાંસ્કૃતિક કાર્યક્રમ સમારોહ -2020 નું આયોજન તારીખ 05/01/2020 ને રવિવારના રોજ લાડલી ફાર્મ અને શુકન ફાર્મ,ડભોલી, કતારગામ ખાતે રાખવામાં આવ્યું છે.જેમાં બેટી બચાઓ,બેટી પઢાઓ, સ્વચ્છ સુરત-સુંદર સુરત, રક્તદાન,વૃક્ષો વાવો-વૃક્ષો બચાવો આ તમામ વિષય પર જાગૃતતા, તેમજ મહેમાન અતિથિ નું સ્વાગત અને આવકાર,અનુદાન કરતા અતિથીઓનું પુષ્પકુંજ થી સન્માન, પુરસ્કાર વિતરણ,બ્લડ ડોનેશન કેમ્પ,સાંસ્કૃતિક કાર્યક્રમ,જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવશે, રાષ્ટ્રગાન,અને કાર્યક્રમના અંતમાં સૌ સાથે બેસીને ભોજન કરશે,તેમજ મહાપ્રસાદ સ્વરૂપે નુરાપીર દાદા નો મણીંદો રાખવામાં આવશે અને કાર્યક્રમની અંતમાં રાસ ગરબાની રમઝટ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો, રાજકીય આગેવાનો, જાણીતાઉધોગપતિઓ,સુરત શહેર ના અધિકારી ઓ પણ ઉપસ્થિત રહેશે.મુખ્ય મહેમાનો પરિવારના વડીલશ્રીઓ,શુભચિંતકો પણ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં અંદાજે 20000થી વધુ વરીયા પરીવાર ના સભ્યો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.
એહવાલ:- વિરલ વરીયા (ફેસબુક પેજ પ્રેરણા બળ સંચાલક,સુરત)

Share this:

 
Avatar

Author: Kirti.H. Rathod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *